ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ખ/ખલનાયક


ખલનાયક (Antagonist/Villain) : નાટક કે કથાસાહિત્યમાં કૃતિના નાયકનો વિરોધ કરનાર મુખ્ય પાત્ર. બોધલક્ષી સાહિત્યકૃતિઓમાં ખલનાયકનું પાત્રાલેખન સર્વસામાન્ય રીતે દુર્જન, ચારિત્ર્યહીન, અસામાજિક વ્યક્તિ તરીકેનું કરાતું. જેમકે રાવણ, દુર્યોધન, પુષ્કર (પ્રેમાનંદકૃત ‘નળાખ્યાન’) અર્વાચીન સાહિત્યકૃતિઓમાં ખલનાયકનું પાત્રાલેખન બોધલક્ષી કૃતિઓના ખલનાયકના વ્યક્તિત્વનાં કેટલાંક લક્ષણો જ ધરાવે અને નાયક સાથેના તેના વિરોધની સંકુલ ભૂમિકાનું પણ લેખક આલેખન કરે તેવું વલણ આગળ આવ્યું. જેમકે તૈલપ ‘(પૃથ્વીવલ્લભ’) વિશ્વસાહિત્યના સંદર્ભમાં ઇઆગો ‘(મૅકબેથ’) આ સંજ્ઞાને તેના મૂળ અર્થમાં ચરિતાર્થ કરે છે. પ.ના.