ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગ્રીકચેતના



ગ્રીકચેતના(Hellenism): ગ્રીકચેતનાને અનુલક્ષીને આ સંજ્ઞા ગ્રીકસભ્યતા, સંસ્કૃતિ, ભાષા, કલા અને સાહિત્યને લાગુ પડે છે; તેમજ ગ્રીક નમૂના પર આધારિત રુચિ અને સૌંન્દર્યભાવનાને સૂચવે છે. આ ગ્રીકચેતનાની સામે મેથ્યુ આર્નલ્ડે હિબ્રૂચેતના (Hebraism) જેવી સંજ્ઞાને વિશેષ અર્થમાં પ્રયોજેલી અને વિરોધાવેલી. જો ગ્રીકચેતનાનો મુખ્ય વિચાર ચેતનાની સાહજિકતા છે તો હિબ્રૂચેતના અન્ત:કરણની શિસ્ત પર ભાર મૂકે છે. હિબ્રૂચેતના વ્યવહાર અને અનુપાલન સાથે સંકળાયેલી છે. અલબત્ત ગ્રીકચેતના અને હિબ્રૂચેતના બંને મનુષ્યની પૂર્ણતાને એની મુક્તિને ઝંખે છે. જીવનની પરિપક્વતા માટે બંને આવશ્યક છે. ચં.ટો.