ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચરમ વાસ્તવવાદ
ચરમ વાસ્તવવાદ (Superrealism): દૃશ્યકલાઓને ક્ષેત્રે આ એક સાંપ્રત ઝુંબેશ છે, જેમાં પ્રકૃતિ અને મનુષ્યને ફોટોગ્રાફીની યથાર્થતા સાથે રજૂ કરવામાં આવે છે. અલબત્ત, કવિતા કે અન્ય સાહિત્યપ્રકારમાં આનો પ્રભાવ ઓછો અથવા નહીંવત્ છે, છતાં માઈકલ ઓનડાટ્જે (Michael Ondaatje) જેવા કવિઓએ વાસ્તવિકતાને આવી આત્યંતિકતામાં ખેંચવાનો પ્રયત્ન કર્યો છે.
ચં.ટો.