ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જીવનાદર્શનાભૂત ઊર્મિ


જીવનાદર્શભૂત ઊર્મિ : રા. વિ. પાઠકે ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’માં ન્હાનાલાલનાં કાવ્યોને વિશિષ્ટ રીતે ભાવનાપ્રધાન ગણાવ્યાં છે. એમણે સ્પષ્ટ કર્યું છે કે ભાવનાને દુનિયાના સ્થૂલ સ્વરૂપ સુધી લઈ જવાની ન્હાનાલાલને સૂગ છે. ભાવનાચક્ષુથી આ સ્થૂલ દુનિયા દૂરથી ન્હાનાલાલને સુંદર દેખાઈ, તેથી વધારે નિકટ જવા તે ઇચ્છતા નથી. ‘શરદપૂર્ણિમા’નો દાખલો આપતા પાઠક દર્શાવે છે કે એ ભાવનામય ઊર્મિની પ્રતીતિ કરાવે છે. વસ્તુની સોંસરા ન જવા માગતી ન્હાનાલાલની આ ઊર્મિપ્રધાનતાને એમણે ‘જીવનાદર્શભૂતઊર્મિ’ની સંજ્ઞા આપી છે. ચં.ટો.