ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જોડકણાં


જોડકણાં(Doggerels) : મામૂલી વિષય પર કઢંગા પ્રાસ સાથે અણઘડ રીતે ગમે તેમજોડી કાઢેલાં નીરસ પદ્યો. એમાં કાવ્ય લખવાનું હાસ્યાસ્પદ પરિણામ જોઈ શકાય છે. બહાર વેચાતાં તૈયાર અભિનંદન કાર્ડ્સ કે ટી.વી.ની જાહેરખબરોમાં આ પ્રકારનું લખાણ બહુધા જોવા મળે છે. અલબત્ત, અર્થની પરવાહ વગર લય અને પ્રાસમાં ગૂંથેલાં સફળ બાળજોડકણાં બાળમાનસને નાદથી વિશેષ રીતે આકર્ષે છે. ચં.ટો.