ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ટ/ટિપ્પણ
ટિપ્પણ, ટાંચણ (Annotation) : કૃતિ કે લેખક સંદર્ભે સમજૂતી રૂપે ઉમેરાતી નોંધ. આને વિવરણ પણ કહે છે. વાચકે હાંસિયામાં કરેલી નોંધનો પણ એમાં સમાવેશ થાય છે. સંસ્કૃતક્ષેત્રે મૂળ ગ્રન્થ કે ગ્રન્થમાંનાં કઠિન શબ્દોની વ્યાખ્યારૂપ ટીકા પર થયેલી નોંધને ટિપ્પણી કહેવામાં આવે છે.
ચં.ટો.