ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દુર્હાસ



દુર્હાસ (Black Humour) : ક્રૂરતાની ભૂમિકાને આધારે નિષ્પન્ન કરાતો હાસ્યરસ, જેમાં નૈતિક મૂલ્યોની ઉપેક્ષા કરવામાં આવતી હોય. વીસમી સદીના મધ્યકાળથી આ પ્રવાહે યુરોપના સાહિત્યમાં પ્રવેશ કર્યો. અહીં નિષ્પન્ન થતા હાસ્યના મૂળમાં જીવનની નિરર્થકતા, અશ્રદ્ધાવાદ, સ્થાપિત મૂલ્યોનો વિરોધ કે તેમના તરફ ઉપેક્ષા વગેરે ભાવો પડેલા હોય છે. પ.ના.