ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દુષ્કલ્પલોક



દુષ્કલ્પલોક (Dystopia Kakotopia) : કલ્પલોકની વિરુદ્ધની સંજ્ઞા, આપણા જગત કરતાં પણ બદતર જગતની કલ્પના એમાં સૂચિત છે. ઑલ્ડસ હકઝલીનું ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’ આનું ઉદાહરણ છે. ચં.ટો.