ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવશબ્દઘટન


નવશબ્દઘટન(Neologism) : નવા શબ્દો કે નવા વાક્યખંડોનું ઘડતર, એનો ઉપયોગ, નવશબ્દઘટન ભાષાઓમાં સતત ચાલ્યા કરતું હોય છે. જેમકે સિતાંશુ યશશ્ચન્દ્રના ‘જટાયુ’ની પંક્તિઓ જુઓ : ‘હાથવા ઊંચો ઊડે જટાયુ તો વાંસવા ઠેકે વન.’ ચં.ટો.