ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાદકવિતા


નાદકવિતા (Sound Poetry) : નવી કવિતાનો પ્રકાર. કવિતાના પઠનપ્રયોગ માટે એના નાદ પર ભાર મૂકતી આ પ્રકારની રચનાઓ વાક્યવિન્યાસ અને અર્થનો તર્ક બાજુએ રાખી કેવળ નાદ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમકે, સિતાંશુ યશશ્ચન્દ્રની ‘હોચિમિન્હ માટે એક ગુજરાતી કવિતા’. ચં.ટો.