ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિહિતવસ્તુ


નિહિતવસ્તુ (Buried Theme) : પ્રગટ વિધાનો કે પ્રગટ પ્રવિધિઓને બદલે સૂચિત રીતે કે નિહિત રૂપે કાવ્યવસ્તુને મૂકી હોય એ અહીં નિર્દિષ્ટ છે. સહેતુક વપરાતા આ તરીકા દ્વારા કવિ કાવ્યવસ્તુને સીધેસીધું રજૂ ન કરતાં એનાં માત્ર ઇંગિતો પૂરાં પાડે છે અને એ દ્વારા વાચકને કૃતિમાં વધુ સક્રિય કરે છે. જો આ તરીકો અહેતુક કાવ્યમાં પ્રવેશે તો દોષ પણ બની શકે છે. ચં.ટો.