ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરસંસ્કૃતિગ્રહણ


પરસંસ્કૃતિગ્રહણ (Acculturation) : સંસ્કૃતિ-સંપર્ક દ્વારા થનારાં પરિવર્તનોની પ્રક્રિયાને પરસંસ્કૃતિગ્રહણ કહે છે. આ પ્રક્રિયામાં એક સંસ્કૃતિ બીજી સંસ્કૃતિનાં તત્ત્વોને સ્વેચ્છાથી કે દબાણથી ગ્રહણ કરે છે. અર્વાચીન કાળમાં ગુજરાતી સાહિત્યે આંગ્લસંસ્કૃતિનો જે રીતે પ્રભાવ ગ્રહણ કર્યો, મધુ રાયે જે રીતે ‘કલ્પતરુ’માં અમેરિકન સંસ્કૃતિનો પ્રભાવ ઝીલ્યો છે, કિશોર જાદવની વાર્તાઓમાં નાગાલેન્ડની જે રીતે આબોહવા ઊતરી છે – બધામાં આ પ્રક્રિયા જોઈ શકાય છે. ચં.ટો.