ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પાઠ



પાઠ/કૃતિ (Text) : પાઠપરકતા(Texuality)નાં સાત ધોરણો જાળવતી હોય એવી કોઈપણ સંપ્રેષણીય ઘટનાને પાઠ કહી શકાય. પાઠ-પરકતાનાં સાત ધોરણો નીચે મુજબ છે : ૧, સંસક્તિ (Cohesion) ૨, સંગતિ (Coherence) ૩, ઉદ્દેશપરકતા (Intentionality) ૪, પરિસ્થિતિપરકતા (Situationality) ૫, સ્વીકાર્યતા (Acceptability) ૬, માહિતીપ્રદતા (Informativity) ૭, આંતરપાઠ-પરકતા (Intertextuality) વગેરે. જો પાઠમાં આ સાત ધોરણોમાંનું એકપણ ધોરણ જાળવી શકાતું ન હોય તો પાઠ સંપ્રેષણીય નહીં બને. અ-સંપ્રેષણીય પાઠની ગણના અ-પાઠ (Non-Text) તરીકે થશે. પાઠ એ આધુનિક ભાષાવૈજ્ઞાનિક સાહિત્યવિચારની કેન્દ્રવર્તી સંજ્ઞા છે. હ.ત્રિ.