ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પાઠસુધાર


પાઠસુધાર (Emendation) : હસ્તપ્રત કે પાઠમાં જે ભાગ ભ્રષ્ટ લાગે તેનો સુધારો કે તેમાં થતો ફેરફાર. પાઠમાં ક્ષતિ કેવી રીતે જન્મી અને જે તે સમયના પુસ્તકની ભાષાના સંદર્ભમાં ફેરફાર કેવી રીતે ઉચિત છે એ પાઠસુધાર વ્યવસ્થિત રીતે દર્શાવે છે. હ.ત્રિ.