ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પાઠ શૈલીવિજ્ઞાન


પાઠ શૈલીવિજ્ઞાન (Text stylistics) : છંદવિન્યાસ, અર્થલય, કલાપ્રતીક, કથાનક કે ચરિત્રચિત્રણ આ સર્વને ભાષાસંદર્ભ છે, અને ભાષાસંદર્ભનો મહત્તમ એકમ છે પાઠ. આના અધ્યયનને લક્ષ્ય કરતું આ વિજ્ઞાન છે. ચં.ટો.