ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પાઠ સ્પષ્ટીકરણ


પાઠ સ્પષ્ટીકરણ, પાઠવિશ્લેષણ (Explication de Text) : પાઠસ્પષ્ટીકરણ એ સઘન વાચન પર આધારિત ફ્રેન્ચ સાહિત્યવિચારની પરંપરાગત પદ્ધતિ છે. આ પદ્ધતિમાં કૃતિનાં ઐતિહાસિક અને ભાષાકીય પાસાંઓ વચ્ચે સંબંધ હોવાનું માનવામાં આવે છે. અને એ સંબંધ સાથે પાઠમાં રહેલાં વિશિષ્ટ ઉપકરણો તથા એ ઉપકરણો દ્વારા નિષ્પન્ન થતાં સૌન્દર્યપરક પ્રભાવો કઈ રીતે સંકળાયેલાં છે એનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ પદ્ધતિની વિશેષતા એ છે કે એમાં પાઠનું વિશ્લેષણ, એના લેખક કે વાચકની અંગત રુચિઓ અને માન્યતાઓના સંદર્ભમાં થાય છે. હ.ત્રિ.