ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રક્ષેપ


પ્રક્ષેપ (Interpolation) : નવી સામગ્રીના પ્રક્ષેપ કે સંપાદકીય ટિપ્પણના કારણે કૃતિમાં થતા ફેરફારો. મહાભારત કે ગુજરાતી આખ્યાન-સાહિત્યમાં કાળક્રમે જુદા જુદા સર્જકો દ્વારા મૂળ સામગ્રીમાં પ્રક્ષેપો થતા રહ્યા છે. ચં.ટો.