ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિબિન્દુ


પ્રતિબિન્દુ (Counterpoint) : કૃતિમાં પ્રગટ થતી નિરૂપણશૈલીની એક નિશ્ચિત ભાતથી ક્યારેક તદ્દન અલગ પ્રકારની ભાતનું નિરૂપણ નાટ્યાત્મક અસર ઉપજાવે છે. આ પ્રકારની નિરૂપણ શૈલીની પ્રવિધિ તે પ્રતિબિંદુ. પાત્રાલેખન, ઘટનાનિરૂપણ કે ભાષાકર્મના સંદર્ભે તે પ્રયોજી શકાય છે. કાવ્યમાં મુખ્ય છંદ, લયથી અલગ પ્રકારનો છંદ, લય અવારનવાર યોજવાથી લય વૈવિધ્ય જન્માવવાની પ્રવિધિ, લયનું પ્રતિબિંદુ (Counterpoint of Rhythm) તરીકે ઓળખાય છે. પ.ના.