ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રયોગશીલ


પ્રયોગશીલ(Experimental) : સાહિત્ય કે કલાની સ્થાપિત પ્રણાલીઓને તોડીને નવા, મૌલિક સ્વરૂપ કે વિચારની સ્થાપના કરવાનું વલણ દરેક સમાજના સાહિત્યમાં જોવા મળે છે. કેટલીક વાર પ્રણાલીભંગના પરિણામ રૂપે જે વિચારધારા પ્રયોગશીલ વિચારધારા તરીકે આગળ આવી હોય તે વિચારધારા સ્થિર થતાં પોતે જ એક પ્રણાલી બને અને આ પ્રણાલીને તોડતી અન્ય કોઈ પ્રયોગશીલ વિચારધારા અસ્તિત્વમાં આવે છે. આમ પ્રયોગશીલતા એ સમાજનાં બદલાતાં જતાં વલણોને પ્રતિબિંબિત કરે છે. ચં.ટો.