ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રરૂપણ


પ્રરૂપણ(Figuration) : તોદોરોવની સંજ્ઞા. તોદોરોવ વાચનની પ્રક્રિયાને પ્રરૂપણ તરીકે ઓળખાવે છે જેમાં કૃતિના બધા જ સ્તરોને નિયંત્રિત કરતી કોઈ કેન્દ્રસ્થ સંરચના કે સંસર્જનાત્મક પ્રવિધિ શોધવાનો વાચક પ્રયત્ન કરે છે. બીજી રીતે કહીએ, તો કૃતિના વિવિધ સ્તરે કાર્યરત કોઈએક અલંકૃતિ કે સંરચના કૃતિના તંત્રને નિર્ણિત કરતી હોય છે. ચં.ટો.