ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રશિષ્ટતાપરક દોષ


પ્રશિષ્ટતાપરક દોષ (Classical fallacy) : ગ્રીક ભાષાના અભ્યાસીઓમાં લિખિત ભાષા પરત્વે પક્ષપાત હતો. આથી એમણે સાહિત્યને પ્રધાન ગણ્યું. તેમજ, બોલાતી રોજિંદી ભાષા કરતાં શિષ્ટમાન્ય લિખિત ભાષાને વધારે શુદ્ધ ગણી અને માન્યું કે અણકેળવાયેલા માણસો દ્વારા ભાષાને ભ્રષ્ટ કરવામાં આવે છે. આધુનિક ભાષાવિજ્ઞાનીઓ આજે ‘શુદ્ધ’ અને ‘ભ્રષ્ટ’ સંજ્ઞાઓને નિરર્થક ગણે છે. આ બંને મિથ્યા ધારણાઓ પારંપરિક વૈયાકરણોના અભિગમમાંથી આવેલી છે. આ રીતે ભાષાને પ્રશિષ્ટતાના ધોરણે જોવાના દોષને આ સંજ્ઞા ચીંધે છે. ચં.ટો.