ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રારંભિકા



પ્રારંભિકા (Curtain-Raiser) : મુખ્ય નાટક શરૂ થાય તે પહેલાં ભજવાતું નાનું એક અંકી નાટક. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પ્રચલિત થયેલી આ પ્રથા વીસમી સદીના પ્રથમ દસકા સુધી યુરોપમાં જીવંત રહી. મોટેભાગે મુખ્ય પડદાની આગળના ભાગમાં આ પ્રકારનું નાટક રજૂ થતું : કેટલાક તફાવતોને બાદ કરતાં પ્રારંભિકાને સંસ્કૃત નાટકોમાં આવતા પ્રવેશક અને વિષ્કંભક સાથે સરખાવી શકાય. પ.ના.