ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બદ્ધ કલ્પન અને મુક્ત કલ્પન
બદ્ધ કલ્પન અને મુક્ત કલ્પન (Fixed image and Free Image) : વાચકની કલ્પનાને નિયંત્રિત રાખવા વિશિષ્ટ વીગતપૂર્ણ ચિત્ર કે ચિત્રશ્રેણી કવિ રચે છે. એને બદ્ધ કલ્પનની સંજ્ઞા આપી શકાય. બદ્ધ કલ્પન વિકસતા કાવ્યની સંકુલતા અને જટિલતા વચ્ચે માર્ગદર્શકનું કાર્ય કરે છે. જ્યારે મુક્ત કલ્પન વધુ સર્વમાન્ય સંસ્કારમૂલક અને વાચકના અંગત અનુભવ પર કે એની સ્મૃતિ પર નિર્ભર હોય છે. આ રીતે મુક્ત કે તરતાં કલ્પનોનો અંગત પ્રભાવ વિશેષ હોય છે. અને વાચકને સહકાર્ય માટે વધુ ઉત્તેજે છે.
ચં.ટો.