ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બહિર્નિષ્ઠ વિવેચન


બહિર્નિષ્ઠ વિવેચન (Extrinsic criticism) : કોઈપણ કૃતિ ગમે એટલી સ્વાયત્ત હોવા છતાં એનો ઐતિહાસિક, સામાજિક, વૈયક્તિક કે યુગગત સંદર્ભ હોય છે. કૃતિ સાંસ્કૃતિક વસ્તુ છે અને તેથી કૃતિને કૃતિથી ઇતર તેમજ ભાષાથી ઇતર પરિણામો પર લઈ જવા ઉત્સુક વિવેચન. ચં.ટો.