ભાર (Emphasis) : જે દ્વારા કથનની વિશિષ્ટ અર્થછાયા ઊભી થઈ શકે એવો શબ્દ કે શબ્દસમૂહ ઉપર મુકાતો ભાર. વાક્યમાં નિશ્ચિત શબ્દને ઉપસાવવા માટે પુનરાવર્તન, વિરોધ વગેરે અનેક પ્રવિધિઓ અજમાવવામાં આવે છે. ચં.ટો.