ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મનોગત એકોક્તિ


મનોકૃતિ(Bounded Text) : જેને કાગળ ઉપર લખવાનો આરંભ કરવા અગાઉ જ સર્જકે આદિથી અંત સુધી, તેના પૂર્ણ સ્વરૂપે, ચિત્તમાં ધારી હોય એવી સાહિત્યકૃતિ. આ રીતે લેખકના મનમાં તૈયાર થયા બાદ લખાયેલી વાર્તા, નવલકથા કે નાટકને મનોકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. જુલ્ય ક્રિસ્તેવાએ પ્રચલિત કરેલી સંજ્ઞા. હ.ત્રિ.