ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/માલાદીપક


માલાદીપક : સંસ્કૃત શૃંખલામૂલક અલંકાર. અહીં પ્રત્યેક પૂર્વવર્તી વિદ્યમાન ગુણ ઉત્તરોત્તર ઉત્કર્ષાધાયક શૃંખલાબદ્ધ રૂપમાં નિબદ્ધ થાય છે અને અનેક પદાર્થ એક ધર્મથી સંબદ્ધ રહે છે. જેમકે, ‘ધનુષ્યને બાણની, બાણને શત્રુશિરની, શત્રુશિરને ભૂમિની, ભૂમિને તારી અને તને યશની પ્રાપ્તિ થઈ છે. રાજાને સંબોધીને થયેલી આ ઉક્તિમાં પ્રાપ્તિધર્મથી બધું સંબદ્ધ છે. ચં.ટો.