ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રશનોપમા


રશનોપમા : પૂર્વે કથિત ઉપમેય ઉત્તરોત્તર ઉપમાન બનતાં આવે અને ઉપમેયો તેમજ ઉપમાનોની શ્રેણી કે શૃંખલા બની જાય તો રશનોપમા અલંકાર થયો કહેવાય, જેમકે ‘ઉજ્જ્વળ કાંતિથી મુક્ત હંસ ચન્દ્ર સમાન લાગે છે અને સુન્દર ગતિને કારણે કાન્તા હંસ જેવી લાગે છે....’ અહીં હંસ પહેલાં ઉપમેય અને પછી બીજા વાક્યમાં ઉપમાન બની ગયો. ચં.ટો.