ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રેખાચિત્ર


રેખાચિત્ર(Sketch) : પૂરો વિકસિત નહીં એવો વર્ણનાત્મક શૈલીમાં લખાયેલો ગદ્યખંડ. પાત્રોનાં ટૂકાં વર્ણન માટે પણ પાત્રચિત્રણ (Character sketch) જેવો શબ્દ વપરાય છે. વ્યક્તિ કે પાત્રનું ચિત્ર ઉપસાવવાની પ્રવિધિનો વિનિયોગ શબ્દચિત્ર(Portrait) તરીકે ઓળખાય છે. ચં.ટો.