ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વક્રોક્તિ


વક્રોક્તિ : વક્રોક્તિ અલંકારની બાબતમાં આચાર્યોમાં બહુ અસ્પષ્ટતા પ્રવર્તે છે. દંડી અને ભામહના મતે એ અલંકાર નથી પણ ચારુત્વાતિશયની પ્રતીતિ કરાવવા માટે કથનનો એક વિશિષ્ટ પ્રકાર છે. વામન ગૌણી, લક્ષણા તથા રૂપકના ક્ષેત્રમાં વક્રોક્તિનો સમાવેશ કરે છે. વળી, કેટલાકના મતે વક્રોક્તિ શબ્દાલંકાર છે તો કેટલાકના મતે અર્થાલંકાર, શ્લેષ કે કાકુ દ્વારા જ્યાં અન્ય વાચ્યાર્થની કલ્પના કરવામાં આવે છે ત્યાં વક્રોક્તિ અલંકાર બને છે. જેમકે, ‘હું સુકુમાર અને તમે વનને યોગ્ય/તમારે માટે ઉચિત તપ અને મારે માટે ભોગ’ – અહીં સીતાનો કાકુ અર્થને બદલી નાખે છે. જ.દ.