ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વલણ-અભિવૃત્તિ



વલણ/અભિવૃત્તિ(Attitude) : કૃતિના વસ્તુ પરત્વે કર્તાનું વલણ. આ દ્વારા કૃતિમાંથી કોઈ એક નિશ્ચિત સૂર (Tone) પ્રગટ થાય છે. આ સંજ્ઞાને ન. ભો. દીવેટિયા ‘કવિના કવિત્વદર્શનની વૃત્તિસ્થિતિ’ (‘વસન્ત’ ૨૭, ૧૩) તરીકે ઓળખાવે છે. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્યની ચર્ચા કરતાં રા. વિ. પાઠક આપણી પ્રજામાં એકત્વના અભાવના પરિણામે ‘કવિમાં કોઈ એક શુદ્ધ વલણ(attitude) ઉદ્ભવી શક્યું નથી એમ કહે છે. કૃતિના વસ્તુ પરત્વેનું કર્તાનું આ વલણ અનેક પ્રકારનું હોઈ શકે જેમકે નિરાશાવાદી, વિધેયાત્મક, વ્યંગાત્મક, આક્રોશપૂર્ણ વગેરે. પ.ના.