ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વસ્તુસામગ્રી


વસ્તુસામગ્રી(Content) : સ્વરૂપ અને વસ્તુસામગ્રી એ સાહિત્યકૃતિનાં પરસ્પરપૂરક એવાં બે મહત્ત્વનાં પાસાં છે. કોઈપણ સાહિત્યકૃતિની વસ્તુસામગ્રી તે કૃતિમાંથી પ્રગટ થતાં વિચાર, ભાવ, વલણ, ઉદ્દેશ વગેરેના સમન્વય રૂપે માપી શકાય છે. વસ્તુસામગ્રીને અનુરૂપ સ્વરૂપ કે સ્વરૂપને અનુરૂપ વસ્તુસામગ્રી એ સર્જનપ્રક્રિયાનાં ચર્ચામાંથી નીપજતાં બે ભિન્ન વલણો છે. પ.ના.