ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિચરણ


વિચરણ(Variation) : પુનરાવર્તન દ્વારા ઊભી થતી અભિવ્યક્તિની એકતાનતાની સહેતુક અવગણના. બધાં જ કલા-સ્વરૂપોનું આ લક્ષણ છે. સાહિત્યભાષામાં વિચરણ શબ્દ અર્થ, વાક્ય, ધ્વનિ એમ જુદા જુદા સ્તરે જોવા મળે છે. ચં.ટો.