ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિષમ


વિષમ : વિષમ અલંકારના ચાર પ્રકારો છે. પહેલા પ્રકારમાં વૈધર્મ્યને કારણે અમુક પદાર્થોનો સંસર્ગ અનુરૂપ લાગતો નથી એવું નિરૂપણ હોય છે. બીજા પ્રકારમાં કોઈ કર્તાને પોતાની ક્રિયાનું ફળ મળતું નથી એટલું જ નહિ પણ ઉપરથી કોઈ અનર્થની પ્રાપ્તિ થાય છે એવું નિરૂપણ હોય છે. ત્રીજા પ્રકારમાં કારણના ગુણો કાર્યના ગુણોથી વિરુદ્ધ છે એવું કથન કે સૂચન હોય છે. ચોથા પ્રકારમાં કારણની ક્રિયા અને કાર્યની ક્રિયા વચ્ચે વિરોધ દર્શાવાયો હોય છે. જેમકે “કમળ સમાન નેત્રવાળી હે સુંદરી તું અતિશય આનંદ આપે છે પણ તારો વિરહ મારા શરીરને અત્યંત તપાવે છે. જ.દ.