ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શૈલીમિતિ


શૈલીમિતિ(Stylometry) : પરંપરાની પદ્ધતિઓને અનુસરનારા અભ્યાસીઓ અને નવા આંકડાશાસ્ત્રીય તરીકાઓનો ઉપયોગ કરનારા અભ્યાસીઓ વચ્ચે શૈલી અભ્યાસક્ષેત્રે મોટું અંતર છે. નવા આંકડાશાસ્ત્રીય તરીકાઓનો ઉપયોગ શૈલીવિજ્ઞાનની જે શાખામાં થાય છે તે શાખાને શૈલીમિતિ તરીકે ઓળખવામાં આવે છે. ચં.ટો.