ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શ્રુતિ અને સ્મૃતિસાહિત્ય


શ્રુતિ અને સ્મૃતિસાહિત્ય  : પરમ તત્ત્વ પાસેથી તપશ્ચર્યાથી અન્તઃકરણમાં સાંભળ્યો હોય એવા જ્ઞાનના અનુભવને શ્રુતિ કહે છે. વેદો, બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ જેવા શ્રુતિસાહિત્યમાં ઈશ્વરોક્ત સત્યો ઋષિઓએ સાક્ષાત્ શ્રવણથી ગ્રહેલાં ગણાય છે. આની સામે, સ્મૃતિસાહિત્ય વેદના અનુભવથી, વેદના અર્થના અનુવાદથી, પરંપરાની સ્મૃતિથી રચાયેલું સાહિત્ય છે. રીતિ, રિવાજ, ક્રિયા, ધર્મશાસ્ત્ર, રાજનીતિના ચાલી આવેલા નિયમો એમાં સ્મૃતિથી લખાયેલા હોય છે. શ્રુતિ કરતાં સ્મૃતિનું અને સ્મૃતિ કરતાં પુરાણનું પ્રમાણ ઊતરતું ગણાયું છે. ચં.ટો.