ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંગતિ


સંગતિ(Coherence) : બહિરંગ પાઠની અંતઃસ્થ રહેલી સંપ્રત્યયો અને સંબંધોની આકૃતિની પારસ્પરિક સુગમ્યતા અને સાભિપ્રાયતા સાથે સંકળાયેલી પાઠ-ભાષાવિજ્ઞાનની સંજ્ઞા. સંગતિનું મુખ્ય લક્ષણ છે કાર્યકારણત્વ. એક પરિસ્થિતિ કે પ્રસંગ જે રીતે બીજી પરિસ્થિતિ કે પ્રસંગની શરતોને અસર કરે છે તે પ્રક્રિયાને વર્ણવવા આ સંજ્ઞા પ્રયોજાય છે. હ.ત્રિ.