ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંચય


સંચય(anthology) : સંચયમાં જુદા જુદા હેતુઓથી અને જુદા જુદા અભિગમોને લક્ષમાં રાખીને કોઈપણ પ્રકારની સાહિત્યિક સામગ્રીનું ચયન કરી સંપાદન કરી એકસાથે ગોઠવવામાં આવે છે. સંચયની પાછળ ચયનકારનો આશય અને અંતે સંચયમાંથી ઊભો થતો પ્રભાવ હંમેશાં મહત્ત્વનો છે. ચં.ટો.