ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સં-યોજના
સં-યોજના (Collage) : વર્તમાનપત્રના ટુકડાઓ, કપડાં અને પાંદડાંઓ જેવી જુદા જુદા પ્રકારની વસ્તુઓને ચોંટાડીને તૈયાર કરેલા ચિત્રને ચિત્રકલાક્ષેત્રે સં-યોજના તરીકે ઓળખવામાં આવે છે. ચિત્રકલાક્ષેત્રથી સાહિત્યક્ષેત્રે આવેલી આ સંજ્ઞા વિવિધ ઉલ્લેખો, નિર્દેશો, અવતરણો અને વિદેશી વાક્યખંડોના સંમિશ્રણ માટે વપરાય છે. સર્રિયાલિઝમ-પરાવાસ્તવવાદનો પ્રભાવ અહીં કારણભૂત છે. આધુનિક કવિતા અને નવલકથામાં આ તરીકો અપનાવાય છે. જેમકે રાધેશ્યામ શર્માની નવલકથા ‘સ્વપ્નતીર્થ’ના પ્રારંભમાં આવતો વર્તમાનપત્રનો ઉતારો. ચં.ટો.