ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાંસ્કૃતિક વિલંબ


સાંસ્કૃતિક વિલંબ(Cultural lag) : ૧૯૨૨માં ઓગબર્ને પહેલીવાર પોતાના ‘સોશ્યલ ચેન્જ’ નામક ગ્રન્થમાં આ અભિધારણા રજૂ કરી છે. ભૌતિક સંસ્કૃતિ અને અ-ભૌતિક સંસ્કૃતિના બે પક્ષમાંથી અભૌતિક સંસ્કૃતિ (એટલેકે મૂલ્યો, માન્યતાઓ, પરંપરાઓ) કરતાં ભૌતિક સંસ્કૃતિ(સભ્યતા) હંમેશાં આગળ વધી જાય છે અને તેથી ભૌતિક અને અભૌતિક સંસ્કૃતિ વચ્ચે એક તણાવની સ્થિતિ ઉત્પન્ન થાય છે. આ રીતે સંસ્કૃતિના બે પક્ષ વચ્ચે અણસરખી ગતિ હોવાથી પાછળ રહી જનાર પક્ષને અનુલક્ષીને ‘સાંસ્કૃતિક વિલંબ’ જેવી સંજ્ઞા વપરાય છે. ચં.ટો.