ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાદ્રશ્યરચના


સાદૃશ્યરચના(Analogue) : અન્ય શબ્દ કે વસ્તુને સમાંતર એવો શબ્દ કે એવું વસ્તુ. અન્ય શબ્દ કે વસ્તુના પર્યાય તરીકે ન મૂલવી શકાય છતાં તેની સાથે મહત્ત્વનું અનુસન્ધાન કે સીધું સામ્ય ધરાવતાં શબ્દ કે વસ્તુ આ સંજ્ઞા દ્વારા ઓળખવામાં આવે છે. અન્ય ભાષાસાહિત્યની કોઈ કૃતિની સાથે સરખાવી શકાય તેવી કૃતિ, જે વસ્તુ કે સ્વરૂપ સંબંધે અન્ય કૃતિ સાથે સીધું સામ્ય ધરાવતી હોય. જેમકે બૌદ્ધ જાતકકથાઓની સમાંતરે મૂલવવાપાત્ર કૃતિઓ અન્ય ભાષાસાહિત્યમાં જોવા મળે છે. જેમકે અંગ્રેજ કવિ ચોસરરચિત ‘ધ પાર્ડનર્સ ટેલ’. તે જ રીતે પ્રેમાનંદ તથા નરસિંહકૃત ‘સુદામાચરિત્ર’ને આ સંજ્ઞાના સંદર્ભમાં મૂલવી શકાય. પ.ના.