ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાદ્રશ્ય પરિવર્તન


સાદૃશ્ય પરિવર્તન : ભાષાવ્યવહારમાં સાદૃશ્યનું વિશેષ સ્થાન છે. આ પ્રક્રિયા સ્મૃતિસહાયક છે ઉપરાંત નવા શબ્દઘડતરમાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ભાષક પહેલાં ઉપયોગમાં લેવાયેલા અને સ્મૃતિમાં હાજર એવા શબ્દોનો ઉપયોગ કરે છે પણ સાથે સાથે પરિચિત ભાષાસામગ્રીને લક્ષમાં રાખી પૂર્વે ન વપરાયા હોય એવાં શબ્દો કે રૂપોને પણ તૈયાર કરે છે. પ્રાસઅનુપ્રાસ, કહેવતો, લૌકિક વ્યુત્પત્તિ વગેરેમાં સાદૃશ્યની કામગીરી જોઈ શકાય છે. ચં.ટો.