ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સામાન્ય


સામાન્ય : સંસ્કૃત અલંકાર. પ્રસ્તુત અને અપ્રસ્તુત વચ્ચે ગુણસામ્ય હોય તો પ્રસ્તુતનો અપ્રસ્તુત સાથે યોગ દર્શાવી તેમની એકાત્મતા સિદ્ધ કરવામાં આવે ત્યારે સામાન્ય અલંકાર થાય છે. જેમકે “સુંદરીઓ ચંપકવર્ણી છે, તેમણે કાનમાં ચંપક પુષ્પોનાં આભૂષણ પહેર્યાં છે, ભમરાઓ ચંપક પુષ્પો પર તૂટી ન પડ્યા હોત તો તેમનું (પુષ્પોનું) અસ્તિત્વ કોણ જાણી શક્યું હોત?” જ.દ.