ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૂક્ષ્મ ધ્વનિ


સૂક્ષ્મ ધ્વનિ(Micro suggestion) : સાધારણ ધ્વનિ(Normal suggestion)થી જુદો પડતો આ સૂક્ષ્મ ધ્વનિ છે. બહુ ટૂંકી નહીં એવી કાવ્યરચનામાં એકાધિક પ્રતીક-કલ્પનો એમની સૂચિત અર્થો સાથેની પરસ્પર પ્રતિક્રિયાથી સંકુલ કામગીરી બજાવે છે, જ્યારે ટૂંકી કાવ્યરચનામાં એકાદ કલ્પન કે પ્રતીક રચનાની અંતર્ગત રહી કૃતિને અતિક્રમી બૃહદ્વિસ્તારોને ખેંચી લાવે છે અને સહવર્તી અન્ય કલ્પનો કે પ્રતીકોની ગેરહાજરીમાં કામગીરી બજાવે છે. આ સંજ્ઞા કૃષ્ણરાયન દ્વારા પ્રચલિત છે. ચં.ટો.