ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સોનેટપુચ્છ


સૉનેટપુચ્છ(Coda) : લેટિન ‘canda’ પરથી આવેલ સંજ્ઞા જેનો અર્થ પુચ્છ એવો થાય છે. સૉનેટમાં પ્રસંગોપાત્ત જોડવામાં આવતો ટુકડો. કેટલાક પ્રયોગશીલ કવિઓ ૧૪ પંક્તિ પછી એકાદ પંક્તિ ઉમેરે છે. ઇટેલિયન સૉનેટમાં કોઈવાર અંતે બે કે પાંચ પંક્તિઓ ઉમેરાતી; આ સૉનેટ ‘સપુચ્છ-સૉનેટ’ (Tailed Sonnet) કહેવાય છે અને ઉમેરાયેલી વધારાની પંક્તિઓ ‘સૉનેટ-પુચ્છ’ તરીકે ઓળખાય છે. સૉનેટમાં યુગ્મકને અંગે એની ચોટને ધારદાર બનાવવા અથવા સંવેદનની નિ :શેષ અભિવ્યક્તિ માટે કવિઓ એનો ઉપયોગ કરે છે. જેમકે જયંત પાઠકનું ‘વસંત’ સૉનેટ. ચં.ટો.