ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૌંદર્યવાદ
સૌંદર્યવાદ(Aestheticism) : સૌંદર્યવાદ એ સૌંદર્યનિષ્ઠ ઝુંબેશ છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં વિકસેલી યુરોપીય ઘટના છે જેના તત્ત્વવિચારનું કેન્દ્ર ફ્રાન્સમાં હતું અને જેનાં મૂળ કાન્ટ જેવાના જર્મન સિદ્ધાન્તમાં પડેલાં હતાં. ફ્રેન્ચ સૌંદર્યવાદના સિદ્ધાન્તો ઇંગ્લેન્ડમાં ૧૯૮૦ની આસપાસ દાખલ કરનારાઓમાં ઓસ્કર વાઈલ્ડ અને વોલ્તર પિતર અગ્રણી હતા. આ સંદર્ભમાં પિતરનું વિધાન છે : ‘કલા ખાતર કલા’ મૂલ્યોનું બીભત્સીકરણ અને કલાઓના વાણિજ્યકરણ સામેનો આ વાદનો અવાજ છે. આ વાદ સાથે ‘સૌંદર્યનું પરમ મૂલ્ય’ સંકળાયેલું છે.
હ.ત્રિ.