ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્ખલનવાદ


સ્ખલનવાદ(Fallibilism) : વાસ્તવ અંગેનો કોઈપણ દાવો સ્ખલનયુક્ત કે સ્ખલનક્ષમ રહેવાનો એવું સ્વીકારતો વાદ. અલબત્ત, આને શંકાવાદ સાથે ગૂંચવવાની જરૂર નથી. સ્ખલનવાદી માને છે કે મનુષ્યશોધક માટે નિતાન્ત નિશ્ચિતતા દુર્લભ છે. છતાં ઓછેવત્તે અંશે સહીસલામત રીતે ઘણીબધી વસ્તુઓ જાણી શકાય છે. સાંપ્રત સંકેતવિજ્ઞાનના પ્રણેતા ચાર્લ્સ પિયર્સે આ સિદ્ધાન્તનો વિશેષ પુરસ્કાર કર્યો છે. ચં.ટો.