ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્તોત્ર


સ્તોત્ર(Hymn) : કોઈ દેવતા કે વીરના સન્માનમાં કે એની પ્રશસ્તિમાં રચાતી છંદોબદ્ધ ઊર્મિરચના, જે ગાન કે પઠન માટે હોય છે અને જેમાં સીધી ભાવાભિવ્યક્તિ હોય છે. સ્તોત્રના પ્રાચીનતમ નમૂના ઇજિપ્તના રા અને આમનનાં સ્તોત્ર છે. ગ્રીકમાં, કેલિમેક્સ અને કલીએન્થીઝનાં સ્તોત્ર પ્રચલિત છે. ભારતીય પરંપરામાં ઋગ્વેદની ગાથાઓ સ્તુતિપરક મંત્ર છે. એમાં મુખ્યત્વે દેવતાઓની સ્તુતિઓ સંચિત છે. ચં.ટો.