ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્થાનિક રંગ


સ્થાનિક રંગ(Local Colour) : સાહિત્યકૃતિમાં ઘટનાપ્રસંગ કોઈ ચોક્કસ વાસ્તવિક સ્થળ-પ્રદેશે યોજાયાં હોય તો તે સ્થળ અને તેના વાતાવરણનું આલેખન અસાધારણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઓગણીસમી સદીની નવલકથાઓમાં આવી પ્રયુક્તિનો વિશેષ આશ્રય લેવામાં આવતો. જ્યોર્જ ઇલિયટ, ઍમિલી બ્રોન્ટી, ટોમસ હાર્ડી વગેરે આ માટે જાણીતા છે. ગુજરાતી સાહિત્યમાં પન્નાલાલ પટેલની કેટલીક નવલકથાઓમાં સ્થળ મહત્ત્વનો ભાગ ભજવે છે. પ.ના.