ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હાસ્યસુખાન્તિકા


હાસ્ય સુખાન્તિકા(Comedy of Humour) : મધ્યકાલીન યુરોપમાં વૈયક્તિક સંવેગ કે લક્ષણને હાસ્યકટાક્ષના ઉપયોગથી, સજીવારોપણ દ્વારા રજૂ કરતાં સોળમી અને સત્તરમી સદીના ઇંગ્લેન્ડના નાટ્યકાર બેનજોન્સન કે ફ્લેચરનાં નાટકો માટે ખાસ કરીને વપરાતી સંજ્ઞા. પ.ના.